સુરત : સુરત શહેરના કેટલાક ઉદ્યોગો દ્વારા નગરપાલિકાના ગટરોમાં એસિડ અને કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાલિકાના સેકન્ડરી પ્લાન્ટ ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે ખતરો ઉભો થયો છે. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ભરાતા 40 એમએલડી યોજના બંધ કરવી પડી છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ લડતની જાણ થતાં ડ્રેનેજ કમિટીના ચેરમેન દોડવા લાગ્યા હતા.