સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાંથી 4 ઝોન એક જ અધિકારીના હવાલે છે

0
11
સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાંથી 4 ઝોન એક જ અધિકારીના હવાલે છે

સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાંથી 4 ઝોન એક જ અધિકારીના હવાલે છે

સુરત કોર્પોરેશન : દેવ દિવાળીની ઉજવણી સાથે આજે ભગવાનની દિવાળી શરૂ થઈ હતી અને સાંજે પૂરી થશે, પરંતુ સુરત પાલિકાના અધિકારીઓની દિવાળીની રજા પૂરી થઈ નથી, જેની સીધી અસર પાલિકાના વહીવટ પર પડી રહી છે. સુરત પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવાના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન પર ભરોસો કરી રહ્યા છે. તેમજ હાલમાં અનેક અધિકારીઓ રજા પર હોવાના કારણે સુરત મનપાના નવ ઝોનમાંથી માત્ર એક અધિકારીને ચાર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુરતમાં અન્ય કચેરીઓમાં દિવાળી વેકેશન પૂરું થયું છે પરંતુ સુરત પાલિકા કચેરીમાં હજુ દિવાળી વેકેશન પૂરું થયું નથી. દિવાળી દરમિયાન અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ રજા લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here