સુરત ભાજપ: સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂક બાદ સંગઠનની ટીમની નિમણૂકને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. જોકે, નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી સંગઠન રચાય અને તમામ જૂથોને સાચવી શકાય તે માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા આ માળખું પારદર્શક બને તે હેતુથી સૌપ્રથમ વખત ધારાસભ્યો, સંસદસભ્યો, માજી પ્રમુખો, પૂર્વ મંત્રીઓ વગેરેની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ અપેક્ષાઓ સાંભળવા પ્રદેશના નિરીક્ષક આજે આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે ચર્ચા કરી હતી. જોકે, કેટલાક અપેક્ષિત ધારાસભ્યો હાજર રહ્યા ન હતા.

ભાજપમાં લાંબા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક કર્યા બાદ તેઓ તેમની સંગઠનાત્મક ટીમ તૈયાર કરે છે. જોકે, આ વખતે શહેર પ્રમુખ તરીકે પરેશ પટેલની નિમણૂક કરાઈ હતી પરંતુ સંગઠનનું માળખું જાહેર કરાયું ન હતું. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની વિદાય અને જગદીશ વિશ્વકર્માની નિમણૂકથી સંગઠનાત્મક માળખામાં ધરખમ ફેરફારો થયા છે.
પ્રમુખના અભિપ્રાય નહીં પણ ધારાસભ્ય, શહેરના સંસદસભ્ય સહિત ભાજપના મહત્વના પદાધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાનું નક્કી કરાયું છે. પહેલીવાર સેન્સ લેવાના નિર્ણયથી ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો શબ્દશરણ બ્રહ્મભટ અને સુધીર લાલપુર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સુરતના સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સહિતની અપેક્ષિત હાજરી સાથે સંગઠનની સ્થિતિ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ ચર્ચા બાદ દરેક પદ માટે ત્રણ સભ્યોની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ નિમણૂક માટે નિર્ણય લેવામાં આવશે. જો કે આજે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. જ્યારે કેટલાક દાવેદારો ધાર્યા ન હોવા છતાં ઓફિસમાં આવ્યા હતા.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/gujarat-heavy-rain-flood-umargam-army-rescue-2026-07-23-21-11-20.jpg?w=100&fit=100,100&ssl=1)