અડાજણમાં બાઇક કાર અકસ્માત સુરતના અડાજણ વિસ્તારમાં આંખના પલકારામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે (16 ડિસેમ્બર) વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા બહાર ગયા હતા. પુરપાટ ઝડપે ટ્રિપલ રાઈડ પર સ્પોર્ટ બાઇક લઈને નીકળેલા મિત્રોને અડાજણ નજીક કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનું વ્હીલ પલટી ગયું હતું અને બાઇકચાલક 30 ફૂટ હવામાં ઉડી ગયો હતો. અકસ્માત બાદ ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.