સુરતમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા દરમિયાન દોડતી વખતે એક યુવક પડી ગયો, હાર્ટ એટેકથી મોત સુરતમાં પોલીસ ભરતીમાં દુ:ખદ ઘટના: યુવકનું હાર્ટ એટેકથી મોત

લોકરક્ષક ભરતી: હાલ રાજ્યમાં પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચાલી રહી છે ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન એક કરુણ ઘટના બની છે. 5 કિલોમીટર સુધી દોડી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવતાં ભાંગી પડતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યા મુજબ યુવક વાલિયા એસઆરપી ફોર્સ ગ્રુપ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. વાલિયા એસઆરપી ફોર્સ ગૃપ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસિકભાઈ ગામીત (BW 36) PSI ભરતીની પરીક્ષામાં હાજર થયા હતા. આજે (બુધવાર) સવારે 4:45 કલાકે 5 કિમી રનની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક બેભાન થઈ ગયો હતો અને ફરજ પરના તબીબે તેને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં હાજર તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.

સંજયકુમાર મૂળ તાપીના ચીખલવાવ ગામનો છે. આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ ભરતી પ્રક્રિયા આ દુ:ખદ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version