સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કામદારોનો હોબાળો સુરત મહાનગરપાલિકાના પ્રથમ દિવસે ડિજીટલ વસ્તી ગણતરીમાં સ્ટેશનરી કીટ ન મળતા વિવાદ

સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કામદારોનો હોબાળો સુરત મહાનગરપાલિકાના પ્રથમ દિવસે ડિજીટલ વસ્તી ગણતરીમાં સ્ટેશનરી કીટ ન મળતા વિવાદ

સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કામદારોનો હોબાળો સુરત મહાનગરપાલિકાના પ્રથમ દિવસે ડિજીટલ વસ્તી ગણતરીમાં સ્ટેશનરી કીટ ન મળતા વિવાદ

ગુજરાત ડિજિટલ વસ્તી ગણતરી: દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થતાં, સુરતમાં વહીવટીતંત્રને ભારે વિરોધ, સ્ટાફની અછત અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. 500 થી વધુ ગણતરીકારોની અછત વચ્ચે શરૂ થયેલી આ કામગીરીમાં કેટલાક કર્મચારીઓએ પેન્સિલ-રબર જેવી સ્ટેશનરી કીટ ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ, ‘જનગણતરી અધિનિયમ-1948’ના ભંગ બદલ વસ્તી ગણતરી ફરજ પર સ્ટાફની નિયુક્તિ ન કરવા બદલ ખાનગી કોલેજ સામે પોલીસ ફરિયાદ કરવાની તંત્રને ફરજ પડી હતી.

સ્ટાફની અછત વચ્ચે કામગીરી

સુરત શહેરમાં અત્યાર સુધીમાં 32,714 નાગરિકોએ સ્વૈચ્છિક રીતે ‘સેલ્ફ એન્યુમરેશન’ પૂર્ણ કર્યું છે. જ્યારે આજથી 10,800 ગણતરીકારો અને 1,800 સુપરવાઈઝરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, બ્લોક નિર્ધારણ સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, તંત્ર હજુ પણ 500થી વધુ કર્મચારીઓની ઘટનો સામનો કરી રહ્યું છે.

ઐતિહાસિક ડિજિટલ પ્રક્રિયાની શરૂઆત

સુરતની અંદાજિત 85 લાખની વસ્તીને આવરી લેતી વર્ષ 2027 માટેની ડિજિટલ વસ્તી ગણતરી આજે, સોમવારથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર સંપૂર્ણ રીતે ડિજિટલી રીતે યોજાઈ રહેલી આ પ્રક્રિયાના પહેલા જ દિવસે અનેક વિવાદો અને વિરોધના અવાજો સામે આવ્યા છે.

પેન્સિલ-રબર મુદ્દે કર્મચારીઓમાં હોબાળો

કામગીરીના પ્રથમ દિવસે, કેટલાક કર્મચારીઓએ સરકાર દ્વારા આપવામાં આવતી કીટમાં કેપ, પેન્સિલ, રબર અને નોટબુક ન મળવાનો મુદ્દો ઉઠાવીને કામ કરવાનો ઇનકાર કર્યો હતો અને કેટલીક જગ્યાએ કામ બંધ કરી દીધું હતું. આ બાબતે મ્યુનિસિપલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવનાર હોવાથી તમામ વિગતો મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરમાં જ નોંધવાની રહેશે. પ્રથમ દિવસે માત્ર બ્લોક તૈયાર કરવાનું મર્યાદિત કામ કાગળ પર કરવાનું હોવાથી કીટના મુદ્દે રાષ્ટ્રીય મહત્વના કામમાં વિલંબ કરવો બિલકુલ યોગ્ય નથી.

કોલેજ સામે પોલીસ કાર્યવાહીની તૈયારી

વિવાદનો બીજો ગંભીર કિસ્સો વેસુ સ્થિત SDJ ઈન્ટરનેશનલ કોલેજ સામે આવ્યો હતો, જ્યાં વસ્તી ગણતરી માટે નિયુક્ત કરાયેલા સ્ટાફ હાજર ન હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. વસ્તી ગણતરીના અધિકારીઓએ પીપલોદ પોલીસ મથકે લેખિત જાણ કરીને સંસ્થાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ VIDEO: Jamnagar GG હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સિક્યુરિટી ગાર્ડ છે ઘરેણા સમાન

તંત્રનું કડક વલણ અને પ્રશ્નાર્થ

પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ કોલેજ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું અને કર્મચારીઓને ફરજ પર મોકલવાની ખાતરી આપી હતી, જેના કારણે હાલ પૂરતી કાનૂની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર સંસ્થાઓ સામે તંત્ર ભવિષ્યમાં કડક પગલાં લઈ શકે છે. આમ તો સુરતમાં દેશની પ્રથમ ડીજીટલ વસ્તીગણતરીનો પ્રારંભ થયો છે પરંતુ પહેલા જ દિવસે થયેલા વિવાદોએ તંત્રની સજ્જતા અને કેટલીક સંસ્થાઓની જવાબદારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]