સુરત સમાચાર: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવતીઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી યુવતીઓની છેડતીના વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક રોમિયો છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓનો પીછો કરી છેડતી કરતો હતો ત્યારે યુવતીઓએ હિંમત દાખવી યુવકને પકડીને જાહેરમાં તેનો સામનો કર્યો હતો. ત્યારબાદ યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.