![]()
સુરત સમાચાર: સુરતના બારડોલી નજીકના ઉવા ગામ પાસે બે બસ વચ્ચે ભયાનક અથડામણ બાદ બસમાં આગ લાગી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. કલેકટરે આ સમગ્ર ઘટનામાં 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે અનેક લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક અથડામણને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. અકસ્માતે હાઇવે પર એક ટેન્કર પલટી ગયું હતું. આમ ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયાસ કરતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેમાં બસ ડિવાઈડર કૂદીને સામેથી આવતી અન્ય બસ સાથે અથડાઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં સીએનજી ભરેલી બસ ટક્કર મારતાં આગમાં ભડભડ સળગી ઉઠી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. બસ અકસ્માતની માહિતી મળતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.