સુરતમાં ટ્રાફિક ઉલ્લંઘન: 2026ની સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. મતદારોને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલીઓમાં કાયદાનો અમલ કરાવતી પોલીસની બેવડી નીતિ સામે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું ટોપી અને ખેસ ટ્રાફિક નિયમોમાંથી મુક્તિ છે?
શહેરમાં સામાન્ય સુરતી હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર નીકળે તો સીસીટીવી કેમેરા કે રોડ પર ઉભેલી પોલીસ તુરંત ટીકીટ ફાડી નાખે છે. પરંતુ રાજકીય રેલીઓમાં ચિત્ર તદ્દન અલગ હતું. ભાજપ, કોંગ્રેસ અને AAPના કાર્યકરો હેલ્મેટ પહેર્યા વિના, બાઇક પર થ્રી-સવાર અને મોટા ઝંડા લઈને રેલી કાઢી રહ્યા હતા. રેલી દરમિયાન પોલીસ કાફલાની હાજરી હોવા છતાં, નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ કાર્યકર્તા સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે શહેરમાં લગાવવામાં આવેલા 3200 થી વધુ સીસીટીવી કેમેરા માત્ર સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલવા માટે છે.

આ પણ વાંચોઃ સ્થાનિકોમાં રોષ, સુરતના અલથાણમાં બેવફાઈ યુવકે સગીર વયની છેડતી કરતાં પોલીસ સાથે ઘર્ષણ
સુરતીઓ દર વર્ષે કરોડોનો દંડ ભરે છે
સુરત પોલીસ ટ્રાફિક નિયમોના અમલમાં ખૂબ જ કડક હોવાનો દાવો કરે છે. દર વર્ષે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ઘણીવાર પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે?
લોકોના સળગતા પ્રશ્નો
રેલીના દ્રશ્યો જોઈને લોકો સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર પોલીસ કાર્યવાહીની નિંદા કરી રહ્યા છે. સુરક્ષા માટે પોલીસ દંડ કરે છે તો શું રાજકીય પક્ષના કાર્યકરોને સુરક્ષાની જરૂર નથી? શું પાર્ટી ટોપી કે ખેસ પહેરવાથી હેલ્મેટ પહેરવું બિનજરૂરી નથી બની જતું? શું સામાન્ય વાહન ચાલકો પણ દંડથી બચવા રાજકીય પક્ષના ખેસ પહેરી શકે છે?
કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તેવી માંગણી કરતાં સુરતીઓ પોલીસના આ પક્ષપાતી વલણ પર શંકા કરી રહ્યા છે. આ ઘટના બાદ ટ્રાફિક વિભાગની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા થયા છે.

