![]()
તંત્રની નબળી કામગીરી સામે રોષ: રેલ્વેએ ઓફ સીઝનને બદલે નવો રોડ બનાવવાનું શરૂ કરતાં બંને બાજુ માઇલો સુધી વાહનોની લાંબી કતારો.
જૂનાગઢ,: એશિયાટીક સિંહોના ગઢ ગણાતા સાસણ ગીરમાં ઉનાળુ વેકેશન શરૂ થતાં જ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે એક તરફ પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા આવી રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્રની અણઘડ આયોજન શક્તિના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાસણના એન્ટ્રી પોઈન્ટ પર ચાલી રહેલા રોડના કામોને કારણે ટ્રાફિક જામ અને ઘર્ષણના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.
મેંદરડાથી સાસણમાં પ્રવેશતો મુખ્ય માર્ગ સાસણમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય કે ઓફ સિઝનમાં સામાન્ય રીતે થવી જોઈએ તેના બદલે હજારો પ્રવાસીઓ સાસણ તરફ ઉમટી પડ્યા હોય ત્યારે જ શરૂ કરવામાં આવ્યો છે. ટુ-લેન રોડને વન-વે કરી દેતા બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આકરા તાપમાં પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહે છે, જેના કારણે તેમના નિર્ધારિત સફારીના સમયને પણ અસર થઈ રહી છે.
રસ્તાના સાંકડા હોવાને કારણે વાહનો પસાર કરવાના મુદ્દે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે અવારનવાર હિંસક મારામારી અને ઘર્ષણના બનાવો બને છે. તંત્ર નિષ્ફળ જવા લાગ્યું હોવાનો સ્થાનિકો અને પ્રવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. જો કામ વહેલું પૂરું થયું હોત અથવા સિઝન પછી સુધી ચાલુ રાખવામાં આવ્યું હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. આટલા મોટા પ્રવાસન સ્થળ પર પ્રાથમિક આયોજનનો અભાવ કેમ છે? તેવા સવાલોથી રોષ ફેલાયો છે. મુસાફરોની અવદશાને ધ્યાને રાખીને તંત્ર યુદ્ધના ધોરણે રોડનું કામ પૂર્ણ કરે અથવા ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તેમજ વધારાના પોલીસ જવાનોને તૈનાત કરવા પ્રબળ માંગ ઉઠી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/08/somnath-swabhiman-parva-begins-2026-01-08-15-45-51.jpg?w=100&fit=100,100&ssl=1)