સાવલીના ખોખર ગામે અસામાજિક તત્વો દ્વારા હનુમાનજી મંદિરના આશ્રમમાં તોડફોડ વડોદરા | સાવલીના ખોખર ગામમાં સમાજ વિરોધી તત્વોએ હનુમાનજીના મંદિરના આશ્રમમાં તોડફોડ કરી

વડોદરા હનુમાન મંદિર સમાચાર : ગૌશાળાની તોડફોડથી સંતોમાં ભયનું વાતાવરણ સર્જાતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામના મહંતે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી છે અને જો ન્યાય નહીં મળે તો સાધુ-સંતો સાથે આંદોલન કરવાની ચીમકી આપી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાં હનુમાનજી મંદિર અને ગૌશાળામાં તોડફોડ અને નુકસાન પહોંચાડવાનો આરોપ પ્રકાશમાં આવ્યો છે. ઘટના સંદર્ભે મહંત દયાનંદજી સરસ્વતીએ પોતાની સલામતી અંગે ભય વ્યક્ત કરી સરકાર પાસે ન્યાય અને સુરક્ષાની માંગણી કરી હતી.

આશ્રમમાં ગૌશાળાનું કામ મહંત શિવાનંદજી સરસ્વતીના શિષ્ય મહંત દયાનંદજી સરસ્વતી દ્વારા દાનવીરોના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું. મહંતનો આક્ષેપ છે કે થોડા સમય પહેલા ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટીને પણ ગૌશાળાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન અજાણ્યા તત્વોએ ગૌશાળામાં તોડફોડ કરી નુકસાન કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.

મહંત દયાનંદજી સરસ્વતીએ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે હવે તેમને પોતાના જીવનો ડર સતાવી રહ્યો છે અને ભવિષ્યમાં તેમની હત્યા કરવામાં આવશે તેવી પણ ભીતિ છે. તેમણે સરકારને અનુરોધ કર્યો છે કે ધાર્મિક સ્થળો અને ગૌશાળાને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે. સાથે જ મહંતે ચેતવણી આપી હતી કે જો ન્યાય નહીં મળે તો ગુજરાત સહિત વિવિધ સમાજના સાધુ-સંતો, સનાતન ધર્મના મહંતો અને આગેવાનો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે રેલી, ઉપવાસ અને આંદોલન દ્વારા ધરણાં કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version