– બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
સુરત, :
સરથાણા વનમાળી જંકશન પાસે શુક્રવારે સાંજે એક યુવાન રત્નકલાકારનું બાઇકે કચડી નાખ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
સ્મીમેર અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કામરેજના જોળાગામમાં શ્રી શુભ રેસીડેન્સીમાં રહેતો 30 વર્ષીય જયદીપ અરવિંદ પટેલ શુક્રવારે સાંજે કાર સર્વિસ માટે સરથાણા ગયો હતો. ત્યાંથી તે કામ માટે બસ પકડવા માટે પગપાળા સરથાણા વનમાળી જંકશન બીઆરટીએસ રોડ ક્રોસ કરતો હતો. તે સમયે સ્પોર્ટ્સ બાઇક ચાલક રોહિત ચંદુ રાઠોડ (રહે. સરોલીગામ) સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા જયદીપ અને બાઇક ચકલ રોહિણીને પણ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન જયદીપનું મોત નીપજ્યું હતું. જ્યારે રોહિતને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે જયદીપ મૂળ અમદાવાદના વિરમગામનો વતની હતો. તે જ્વેલરી તરીકે કામ કરતો હતો. તેનો એક ભાઈ છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.