વિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાને વિખેરવા માટે પથ્થરમારો, ટીયરગેસ છોડવામાં આવ્યો, પોલીસ કાફલો ધસી આવ્યો

મહેસાણાના વિસનગરના કમાણા ગામમાં જૂથ અથડામણ મહેસાણાના વિસનગરના કમાણા ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પરિસ્થિતિ વણસી જતાં વિસનગર ડીવાયએસપી અને મહેસાણા એલસીબી, એસઓજી સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે સાત લોકોને રાઉન્ડઅપ કરીને મામલો થાળે પાડ્યો હતો.

વિસનગરના કમાણા ગામે હોર્ન વગાડવા બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો

મળતી માહિતી મુજબ, મહેસાણાના વિસનગરના કમાણા ગામમાં આજે (4 નવેમ્બર) વાહનોના હોર્ન વાગવાના મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં બોલાચાલી હિંસક બની હતી અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]