![]()
વડોદરા,આજે બપોરે 23 વર્ષીય યુવકે વાસદ મહિસાગર નદીના પુલ પરથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. શહેરમાં ત્રણ અલગ-અલગ બનાવમાં ત્રણ યુવકોએ જીવન ટુંકાવ્યું છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સાંકરદા ગામના નિશાળવાળા ફળિયામાં રહેતો 23 વર્ષીય રવિન્દ્રકુમાર તખ્તસિંહ ચાવડા ચાવડાના ગોડાઉનમાં કામ કરતો હતો. થોડા સમય પહેલા તેની સગાઈ થઈ હતી. આજે તે ઘરેથી ચાલીને નીકળ્યો હતો. બપોરે 1 કલાકે ફાજલપુર ગામથી વાસદ તરફ જતા મહિસાગર નદીના પુલ પરથી નીચે કૂદી પડ્યો હતો. ડૂબી જવાથી તેનું મોત થયું હતું. નંદેસરી પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવ અંગે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હુજરત ટેકરા મહાકાળી મંદિર પાસે રહેતા ફૂડ ડિલિવરી બોય હાર્દિક પ્રવિણકુમાર પરમાર (ઉંમર 36)એ અગમ્ય કારણોસર ગળું દબાવી આત્મહત્યા કરી હતી.
મકરપુરા પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ માણેજા શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જસ્મીનકુમાર અર્જુનભાઈ પરમાર (ઉંમર 33) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો.