– આધારકેન્દ્ર નિરાધાર બની ગયું
– વઢવાણમાં મામલતદાર કચેરી અને ICDSમાં ફરી કામગીરી શરૂ કરવા રજૂઆત
સુરેન્દ્રનગર: વઢવાણ મામલતદાર કચેરી અને આઈસીડીએસ વિભાગમાં બે માસથી વધુ સમયથી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. આધારકાર્ડની કામગીરી માટે દૂર દૂરથી આવતા લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી ત્યારે લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
વઢવાણ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડની કામગીરી બંધ છે જેના કારણે વઢવાણ શહેર અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા આધારકાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી બંધ થઈ ગઈ છે જેથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.