![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી પ્રથમ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આવતીકાલે આઠ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની મુદત મહિલા ઓબીસી માટે અનામત હોવાથી કરજણની ચોરંડા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સભ્યને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખનું પદ સયાજીપુરાના સભ્યને ફાળવવામાં આવ્યું હતું.
ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ભરાયા બાદ આજે કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડમાં મળેલી પ્રથમ બેઠકમાં બંને હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરાયા હતા.
હવે જિલ્લાની આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક બાકી હોવાથી આવતીકાલે તમામ પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરી મેન્ડેટ આપ્યા બાદ તેમના ફોર્મ ભરવામાં આવશે. ત્યારબાદ 25મીએ ચૂંટણી યોજાશે.