વડોદરા : વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી મેન્ટલી ચેલેન્જ્ડ સ્કૂલ દ્વારા આ વર્ષે માનસિક વિકલાંગ (મંદબુદ્ધિ) બાળકો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આજે સવારે બૌદ્ધિક રીતે વિકલાંગ બાળકો માટે “ઓપન બરોડા ડ્રોઇંગ કોમ્પીટીશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 શાળાના 296 બૌદ્ધિક વિકલાંગ બાળકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા વિવિધ વય જૂથોને ધ્યાનમાં રાખીને શ્રેણી મુજબ રાખવામાં આવી હતી. તેમાં 6 થી 13 વર્ષ, 14 થી 19 વર્ષ અને 20 વર્ષથી વધુનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં 52 વર્ષીય સ્પર્ધક પણ હતો જે વ્યાવસાયિક તાલીમ લઈ રહ્યો છે. બધા સ્પર્ધકોને ચિત્રો આપવામાં આવ્યા હતા અને તેમને રંગ આપવાના હતા. વિજેતાઓને ચાર કેટેગરીમાં 12 ઈનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.