![]()
વડોદરા : વડોદરામાં હીટવેવની અસર જોવા મળી રહી છે અને તેના કારણે ઝાડીઓ, સૂકા ઘાસ, એસી અને ઈલેક્ટ્રીક થાંભલા પર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
શહેરમાં ગત રાત્રે RTOમાં એક ઝાડમાં આગ લાગી હતી. જ્યારે આજવા રોડ પર જંગલેશ્વર અને પ્રતાપગંજમાં એક થાંભલા પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બન્યા હતા.
તેવી જ રીતે તાંદલજામાં પણ વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે ગઈકાલે દિવસ દરમિયાન વાઘોદય, માણેજા અને અકોટા બ્રિજ પાસે ઝાડીમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.
