![]()
વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન આજે વિવિધ સ્થળોએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
માંડવી નજીકની લધારામ સ્કૂલમાં, ભાજપના કેટલાક કાર્યકરો મતદારોને સીધા અંદર લઈ ગયાની વિગતોને પગલે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ. બીજી તરફ કેટલાક લોકો મતદારોને મત આપવા માટે સમજાવી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના કાર્યકરોએ કર્યો છે.
તેવી જ રીતે માંજલપુર અને નાની શાકમાર્કેટ ચોખંડી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરો પર ભાજપના કાર્યકરોના બૂથમાં ઘૂસી ગયાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે માજલપુરમાં મતદાન મથક પાસે નરેન્દ્ર મોદીનું કટ આઉટ હતું ત્યારે કોંગ્રેસના કાર્યકરો આશિક માંગરોલાએ વિરોધ કર્યો હતો અને કટ આઉટ ખસેડ્યો હતો.