વડોદરારાવપુરા જોગીદાસ વિઠ્ઠલમાં આજે સાંજે બોટલો આવી જતાં તંગદિલી સર્જાઈ હતી. મેસેજ મળતા કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના આગમન બાદ વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ હતી.
નાગરવાડમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં રાવપુરા રોડ જોગીદાસ વિઠ્ઠલના બ્લોકમાં રહેતા ઇશ્વરભાઇ ઘરે જમતા હતા.