રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, બે પિતરાઈ ભાઈઓ સહિત 4ના મોત Rajkot News મેટોડા જીઆઈડીસીમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ચારના મોત

રાજકોટ સમાચાર: રાજકોટના ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતાં રિક્ષામાં સવાર ચાર લોકોના મોત થયા હતા. અડફેટ એટલો બેફામ હતો કે રિક્ષા પલટી ગઈ. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન છોડીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસ ટીમે તેને કલાકોમાં જ પકડી લીધો હતો.

રિક્ષા ચાલક સહિત ચારના મોત

આ ઘટના મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી ગેટ નં-3 પાસે ખાનગી ફેક્ટરી પાસે બની હતી. ટ્રક નંબર જીજે 03 બીવાય 8889 એ સામેથી આવતી રીક્ષા નંબર જીજે 03 બીએક્સ 5656 ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોના મોત થયા છે.

પરિવારમાં આક્રંદ

જેમાંથી રિક્ષા ચાલક સુનિલ મચ્છોનગરનો રહેવાસી હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતો હતો. બે માસૂમ દીકરીઓએ પિતાનો પડછાયો ગુમાવતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે. વિશાલ અને વિજય ગાંગડિયા બંને પિતરાઈ ભાઈઓ મૂળ સુરેન્દ્રનગરના હતા અને મેટોડામાં ચિત્રકાર તરીકે કામ કરતા હતા. બે યુવાન પુત્રોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અન્ય એક કામદારનું પણ મોત નીપજ્યું હતું, જેની ઓળખ માટે પોલીસ હાલમાં પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: VIDEO: ખાંભાના બોરાળા ગામમાં કૂવામાં ફસાયેલા મગરને વન વિભાગે બચાવ્યો, નજીકની નદીમાં છોડ્યો

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ફરાર આરોપી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામી (રહે. ઓખા)ની ધરપકડ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]