મોબાઈલ પર પત્ની સાથે વાત કર્યા બાદ પતિએ કર્યો આપઘાત

મોબાઈલ પર પત્ની સાથે વાત કર્યા બાદ પતિએ કર્યો આપઘાત

મોબાઈલ પર પત્ની સાથે વાત કર્યા બાદ પતિએ કર્યો આપઘાત

વડોદરા,વડોદરામાં મજૂરી કામ કરતા બિહારના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો દાનિશ અસજરભાઈ આલમ હાલ મકરપુરા રોડ ONGC ગેટ સામે આવેલ લક્કી એપાર્ટમેન્ટમાં અન્ય મજૂરો સાથે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો. તે આજે કામ પર ગયો ન હતો. જ્યારે તેની સાથે રહેતા અન્ય યુવકો કામે ગયા હતા. બપોરે જમવા ગયેલા શ્રમજીવીઓ બપોરે જમવા આવ્યા ત્યારે તેઓને દાનિશ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના એચસી કૃષ્ણ કુમારે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસને કોઈ છેલ્લી નોંધ મળી નથી. પોલીસે તેનો મોબાઈલ ફોન તપાસ્યો અને જાણવા મળ્યું કે મૃતકે તેની પત્ની સાથે ફોન પર છેલ્લી વાત કરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]