સુરતમાં ભારે વરસાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં ગઈકાલથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સુરતના વિસ્તારોમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 60 વૃક્ષો પડી ગયા હોવાની માહિતી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉગરપાડામાં અઢી ઈંચ, કામરેજમાં અઢી ઈંચ, પલસાણામાં અઢી ઈંચ અને બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ પડયો છે. આ સાથે મહુવા, ઓલપાડા, ચોયારસી, માંડવી, માંગરોળ સહિતના વિસ્તારોમાં એક મી.મી.થી આઠ મી.મી. સુધી વરસાદ નોંધાયો છે બીજી તરફ ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને આફતનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે પવન સાથે વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વધુ બે દિવસ માટે રેડ એલર્ટઃ જુઓ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા
સુરતમાં ગઈકાલે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો, જ્યારે સુરતમાં મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ડુંભાલ, લિંબાયત ઝોન ઓફિસ, લિંબાયત મીઠી ખાડી, મહાદેવ મંદિર, રાધે કૃષ્ણ મંદિર હેઠળના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 60 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે
સુરતમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વૃક્ષો પડી ગયા હતા, જ્યારે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 60 વૃક્ષો પડી ગયા હતા. જેમાં શહેરમાં વૃક્ષો પડવાના કોલ મળતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. આ ઉપરાંત શહેરમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામ થયો હતો.