ભારતીય ફ્લાઇટ્સ માટે બોમ્બની ધમકીઓ ચાલુ રહે છે: દેશમાં છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ અને વિમાનો સામે બોમ્બની ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન મુંબઈથી કંડલા આવતા પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ કંડલા એરપોર્ટ પર પહોંચી હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ મુંબઈથી કંડલા આવી રહેલા પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.