8
મહેસાણા સમાચાર: ગુજરાતના કડી તાલુકાના કુંડલ ગામમાં રહેતી મૂળ જાકાસણા ગામની 23 વર્ષીય સિદ્ધિ પટેલ નેવી ઓફિસર બન્યા બાદ પ્રથમ વખત ઘરે આવી હતી. સિદ્ધિ ઘરે આવતાની સાથે જ ગ્રામજનો અને પરિવારે ભારતીય નૌકાદળની સબ-લેફ્ટનન્ટ બનેલી પુત્રીનું ઘોડો લાવીને સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, તેમણે પ્રથમ પ્રયાસમાં જ દેશનો સૌથી લાંબો અને અઘરો પાંચ દિવસનો ઇન્ટરવ્યુ સફળતાપૂર્વક ક્લીયર કર્યો હતો, જેણે સાબિત કર્યું હતું કે સખત મહેનત, અથાક નિશ્ચય અને સંઘર્ષ દ્વારા કોઈપણ સ્વપ્ન શક્ય છે.
નેવી ઓફિસર બન્યા બાદ તે પહેલીવાર પોતાના વતન આવી હતી
કડી તાલુકાના કુંડલ ગામમાં રહેતા પરિવારની પુત્રી સિદ્ધિ પટેલ નેવી ઓફિસર બન્યા બાદ પોતાના વતન આવી હતી.