
આ અંગે મહુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો
ચાર શખ્સોએ ત્રણ યુવકોને માર માર્યો હતો અને છરી બતાવી ધમકી આપી હતી
ભાવનગર – મહુવાના ગાંધીબાગમાં ત્રણ યુવકોને ચાર શખ્સોએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહવા પોલીસે ગુનો નોંધ્યો છે.
આ અંગે મહુવાના રહેવાસી સંદિપભાઈ શૈલેષભાઈ ચૌહાણે મહુવા પોલીસ સ્ટેશનમાં જતીન કલ્પેશભાઈ ઉર્ફે લખમડી ચૌહાણ, ઉમેદ, કુમ અને યાસીન સામે ફરિયાદ નોંધાવી હતી.
