Home Gujarat મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતીઓને અકસ્માત નડ્યો, મધ્યપ્રદેશમાં કારની ટક્કરે દંપતી સહિત ત્રણના...

મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતીઓને અકસ્માત નડ્યો, મધ્યપ્રદેશમાં કારની ટક્કરે દંપતી સહિત ત્રણના મોત અરવલ્લીના એક પરિવારના ત્રણ સભ્યોના મહાકુંભમાં જતી વખતે અકસ્માતમાં મોત

0
મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતીઓને અકસ્માત નડ્યો, મધ્યપ્રદેશમાં કારની ટક્કરે દંપતી સહિત ત્રણના મોત અરવલ્લીના એક પરિવારના ત્રણ સભ્યોના મહાકુંભમાં જતી વખતે અકસ્માતમાં મોત

અરવલ્લી સમાચાર: અરવલ્લીના ધનસુરા પરિવાર કારમાં મહાકુંભમાં જઈ રહ્યો હતો ત્યારે મધ્યપ્રદેશના જબલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતી સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ દરમિયાન દેશ-વિદેશથી ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે ગુજરાતના અરવલ્લીના ધનસુરા પરિવાર ઈનોવા કારમાં મહાકુંભમાં જઈ રહ્યો હતો.

આ પણ વાંચો: ‘મોંઘી’ કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટ મફતમાં? અમદાવાદમાં સ્ટેડિયમની બહાર લોકો ફ્રીમાં ટિકિટ આપતા જોવા મળ્યા હતા

આ દરમિયાન મધ્યપ્રદેશના જબલપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતી સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version