પાલનપુર માર્કેટયાર્ડમાં શનિવારે ઉનાળુ મગફળીની 9656 બોરીની આવક થઇ હતી

પાલનપુર: બનાસકાંઠામાં કેનાલોને કારણે સિંચાઈનો લાભ મળતા હવે ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ સારું ઉત્પાદન મળી રહ્યું છે. આ વખતે ખેડૂતોએ ઉનાળુ મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. અને પાક તૈયાર થતાં જ બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિત તમામ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. પાલનપુર માર્કેટયાર્ડમાં શનિવારે 9656 બોરી મગફળીની આવક થઇ હતી. જેમાં ખેડૂતોને હરાજીમાં 20 કિલોના 1300 થી 1438 રૂપિયાના ભાવ મળ્યા હતા.

પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીની નવી આવક શરૂ થઇ છે. ગઈકાલે 20 મેના રોજ ભાવ 1300 થી 1400 હતા ત્યારે 20 બોરીની આવક હતી. ત્યારપછી ધીમે ધીમે આવક આવી રહી હતી. 8મી જૂને સાડા નવ હજાર બોરીની આવક હતી ત્યારે પણ ભાવ 1300થી 1438 રહ્યા હતા.બનાસકાંઠાના ખેડૂતો રોકડિયા પાક તરીકે મગફળીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ઉનાળામાં વાવેલ મગફળીની હવે માર્કેટ યાર્ડમાં આવક થવા લાગી છે. મગફળીની આવક વધી રહી છે. અગાઉ ગઈકાલે 20 મેના રોજ પ્રથમ દિવસે પાલનપુર માર્કેટયાર્ડમાં 20 બોરી મગફળી હતી. 20 કિલોનો ભાવ 1300 થી 1400 હતો.જ્યારે શનિવારે મગફળીની 9656 બોરીની આવક થઈ હતી. જેનો ભાવ 1300 થી 1438 હતો.આ અંગે માર્કેટ યાર્ડના સેક્રેટરી દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ‘મગફળીના ભાવ ગત વર્ષની જેમ જ છે અને કેટલીક મગફળીમાં તેની વેરાયટી પ્રમાણે ભાવ છે. જેમાં મગફળી-24નો ભાવ 1300-1438 છે. તેમજ મગફળી-37ના ભાવ 1111-1337 છે. જે તલના તેલ માટે વપરાય છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version