![]()
વડોદરા દારૂના દરોડા : જિલ્લા પોલીસે પાદરા નગર વિસ્તારમાં બજરંગ નગરની પાછળ આવેલા ખેતરમાં દરોડો પાડી દારૂનો જથ્થો મળી આવતા પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
એલસીબીના સ્ટાફને મળેલી બાતમી મુજબ પાદરા માટીયા મંદિર વાળા પાળીયામાં રહેતો પૃથ્વી રીંકિનભાઈ પટેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું જથ્થાબંધ વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પૃથ્વી રિંકિનભાઈ પટેલ અને રિંકિનભાઈ ભોગીલાલભાઈ પટેલને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો સપ્લાયર શંભુભાઈ માળી (રહે. તરસાલી, વડોદરા) ફરાર થઈ ગયો હતો. શંભુભાઈ માળી પાસેથી દારૂ લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 2,11,120/-ની કિંમતના દારૂના કુલ 656 ક્વાર્ટસ/બોટલ, એક મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂ. 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
