By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  
Gujarat

નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  

PratapDarpan
Last updated: 12 April 2024 15:35
PratapDarpan
1 year ago
Share
નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  
SHARE

રૂમલા ખાતે પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું 

આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ

    (નવસારી: સોમવાર) નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ  lઆદિમજૂથના સમુદાય સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

            આદિમજૂથના પરિવારોના  વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા ભારત સરકારના રાજ્ય ઉધોગ અને વાણિજ્ય મંત્રીશ્રી અનુપ્રિયા પટેલે  જણાવ્યું હતું કે ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના  માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે  આદિજાતિ વિસ્તારના ગામેગામ  પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૦૪૭ સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે  આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે.  

              આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પીએમ જન મનનો મુખ્ય સંકલ્પ  આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો  પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને  અને   વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે. 

              પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીનો  ભારતના  આદિમજૂથના  લાભાર્થીઓ સાથેનો  સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત રૂમલા ગ્રામજનોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ગણદેવી તાલુકાના ખેરગામ ગામના લાભાર્થી જાગૃતિબેનએ પોતાને મળેલા લાભોનું વર્ણન કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો . 

               કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકાઓમાં વસતા આદિમજૂથના પરિવારના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા. 

                આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના  અધિકારી શ્રી સુરેશ આનન્દુ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, નવસારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઑ સહિત સંબંધિત વિભાગના કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. 

You Might Also Like

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર દિવાળી કયા દિવસે ઉજવવામાં આવશે? સાચી તારીખ અને તારીખ જાણીતી
ફોરેનર્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોને એક વર્ષની જેલ
સુરતમાં રાજ્ય કક્ષાના કબડ્ડી પ્લેયરનું મોત, ફ્લેટમાંથી લાશ મળી આવતા રહસ્ય ઘેરાયું
સુરતમાં યુવા મોરચાના સસ્પેન્ડ કરાયેલા પ્રમુખને સભ્યપદ અભિયાનનું અધ્યક્ષપદ મળતા કાર્યકરોમાં ગણગણાટ
2.14 કરોડ જે વેપારીઓને કમિશનમાંથી કરચોરી કરાવ્યા હતા
Share This Article
Facebook Email Print
Previous Article પેવેલિયન ટ્રેડ અને કપડાના વેપારના પ્રચાર અને સલામત વેપાર માટે ફોસ્ટા ઓફિસના બોર્ડરૂમમાં ફોસ્ટા.જરૂરી મીટીંગો યોજાઈ. પેવેલિયન ટ્રેડ અને કપડાના વેપારના પ્રચાર અને સલામત વેપાર માટે ફોસ્ટા ઓફિસના બોર્ડરૂમમાં ફોસ્ટા.જરૂરી મીટીંગો યોજાઈ.
Next Article તેલુગુ નવા વર્ષ નિમિત્તે તેલુગુ સમાજને સેવા આપનાર તેલુગુ આદર્શ મિત્ર મંડળના મહામંત્રી અને ગુજરાત પદ્મશાલી સંઘના ઉપપ્રમુખ શ્રી રાફોલુ બુછી રામોલુ ને સન્માન કરતાં ગોડાદરા તેલુગુ સમાજના અને વાંકીંગ કમિટીના સભ્યોએ સન્માન કર્યું હતું તેલુગુ નવા વર્ષ નિમિત્તે તેલુગુ સમાજને સેવા આપનાર તેલુગુ આદર્શ મિત્ર મંડળના મહામંત્રી અને ગુજરાત પદ્મશાલી સંઘના ઉપપ્રમુખ શ્રી રાફોલુ બુછી રામોલુ ને સન્માન કરતાં ગોડાદરા તેલુગુ સમાજના અને વાંકીંગ કમિટીના સભ્યોએ સન્માન કર્યું હતું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up