નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીની મુલાકાતને કારણે વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીની મુલાકાતને કારણે વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા

પિકઅવર દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા શહેરમાં પહેલેથી જ ગંભીર છે. દરમિયાન આજે નવલખી મેદાન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને બીજી તરફ VIP મુવમેન્ટની તૈયારીઓ વચ્ચે લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા.

શહેરમાં સર્વત્ર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે ખાસ કરીને સાંજના સમયે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અકોટા દાંડિયાબજાર બ્રિજ ફોર લેન રોડની આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જે સાંજના પિક-અવર્સમાં વધુ ખરાબ થઈ જાય છે. ટ્રાફિક જામના કારણે વાહનચાલકોનો કિંમતી સમય અને ઈંધણ બંનેનો બગાડ થઈ રહ્યો છે.

આજે સમગ્ર શહેરમાં ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ફરી એકવાર અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના કારણે રોજીંદી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. લાંબા સમય સુધી વાહનો એક જ જગ્યાએ અટવાતા હોવાથી શહેરીજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

દરમિયાન આવતીકાલે 29મી ડિસેમ્બરને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાની મુલાકાતે આવવાના હોવાથી પોલીસ પ્રશાસને સુરક્ષા અને સુવિધાઓની દૃષ્ટિએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે ખંડેરાવ માર્કેટ ગુરુદ્વારા ખાતે મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓ અને વિવિધ એજન્સીઓના સંકલનમાં કોન્વે રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોનવે રિહર્સલ દરમિયાન સુરક્ષાના કારણોસર થોડો સમય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version