નર્મદા કેનાલોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડવામાં આવશે

નર્મદા કેનાલોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂનને ગુરુવારથી સિંચાઈ માટે નર્મદા કેનાલોમાંથી પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને સિંચાઈ માટે વહેલું પાણી છોડવા રજૂઆતો કરી હતી.

આ રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા યોજનામાં પૂરા પાડવામાં આવતા પાણીના જથ્થાની સમીક્ષા કરવા માટે તાત્કાલિક નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

નર્મદા કેનાલોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડવામાં આવશે
તા. 11મી જૂન ગુરુવારથી નર્મદા કેનાલોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય તસવીરઃ (સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ અગાઉ નર્મદા યોજનાની કેનાલોમાંથી સિંચાઈ માટેનું આયોજન કર્યું હતું એટલે કે 11 જૂન 2026 ગુરુવારથી પાણી છોડવાના નિર્દેશો આ બેઠકમાં આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી, પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસૈન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા અને સદસ્ય સચિવ સુરેશ રાબડિયા, પાણી પુરવઠા બોર્ડના સચિવ સુરેશ રાબડિયા પણ હાજર રહ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]