દાનખેડા-વાઘોડિયાર રોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ-પત્નીનું ભયાનક મોત | પતિ-પત્ની અકસ્માતમાં મૃત્યુ પામ્યા

વડોદરા, તા.14ના રોજ વાઘોડિયા તાલુકાના દાનખેડા ગામ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં પતિ-પત્નીના કરૂણ મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાનખેડા ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ વસાવા (ઉંમર 50) એપોલો ટાયર કંપનીમાં નોકરી કરતા હતા. આજે સાંજે કામકાજ છોડીને તેઓ તેમની પત્ની હંસાબેન (ઉંમર 45)ને સાથે લઈને બાઇક પર વાઘોડિયા જવા નીકળ્યા હતા. તેઓ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઝડપી ડમ્પરે બાઇકને ટક્કર મારતાં બાઇક ડમ્પરની નીચે ફસાઇ ગયું હતું અને તેના પર સવાર યુગલ પટકાયું હતું.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ડમ્પરના પૈડા નીચે કચડાઈ જતાં ચંદ્રકાંતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નીનું પણ ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં મોત થયું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]