6
પંચમહાલ સમાચાર: ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ જિલ્લાના શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં શહેરના ગ્રીનપાર્ક સોસાયટી, મારુતિ નંદન સોસાયટી અને વ્યાસવાલા વિસ્તારમાં આવેલા ત્રણ મકાનોના તાળા તોડી ચોરોએ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિતની કિંમતી સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે. જેમાં શનિવારની મોડી રાત્રે ઠંડીનો લાભ લઇ ગઇકાલે શહેરમાં જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ચોરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા.