અમદાવાદ, મંગળવાર
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ શહેરના ઓરઢવ રિંગ રોડ પર સ્થિત ટેન્કર સર્વિસના ગોડાઉનમાં દરોડો પાડીને 45 લાખ રૂપિયાના ગેરકાયદેસર કેમિકલ સાથે ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. કોસ્ટિક સોડાનો જથ્થો ભાવનગરથી ટેન્કરમાં લઇ જવાયો હતો અને અમદાવાદમાં સપ્લાય થાય તે પહેલા જ ગોડાઉનમાં લાવીને કેમિકલની ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ એસએમસીના વકીલોએ દરોડા પાડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાને બાતમી મળી હતી કે ઓઢવ એસપી રીંગરોડ પામ હોટલ પાસે આવેલ ટેન્કર સર્વિસના ગોડાઉનમાં કેમિકલ ભરેલા ટેન્કરો સીલ તોડીને બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે સોમવારે રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે સ્થળ પરથી એક ટેન્કરમાંથી બીજા ટેન્કમાં કેમિકલ ભરવામાં આવી રહ્યું હતું.