જામનગર મહાનગરપાલિકામાં ‘NOTA’ને 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા ‘NOTA’ને જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા

જામનગર મહાનગરપાલિકામાં ‘NOTA’ને 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા ‘NOTA’ને જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા

જામનગર મહાનગરપાલિકામાં ‘NOTA’ને 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા ‘NOTA’ને જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા

4064 મતદારોને મત આપવા લાયક કોઈ ઉમેદવાર જણાતો નથી : વોર્ડ નં. 11માં સૌથી વધુ અને વોર્ડ નં.6માં સૌથી ઓછો ‘NOTA’નો ઉપયોગઃ EVM પ્રત્યે મતદારોનો અસંતોષ જાહેર

જામનગર, : લોકશાહીમાં મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ જ્યારે મતદારને કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગે ત્યારે તે ‘નોટા’ એટલે કે ‘કોઈ નહીં…’નો વિકલ્પ પસંદ કરે છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય ચૂંટણી- 2026ના જાહેર થયેલા પરિણામોમાં EVMમાં છેલ્લું બટન એટલે કે ‘NOTA’ દબાવીને કુલ 16 વોર્ડના કુલ 4,064 મતદારોએ રાજકીય પક્ષો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. નોટાને 25 થી વધુ ઉમેદવારો કરતા વધુ મત છે.

ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ જામનગરના વોર્ડ નંબર 11માં સૌથી વધુ 373 મતો નોંધાયા છે. આ દર્શાવે છે કે ઉમેદવારોની પસંદગીને લઈને આ વિસ્તારના શિક્ષિત કે જાગૃત મતદારોમાં ભારે નારાજગી હતી. તેનાથી વિપરીત, વોર્ડ નંબર 6 માં નોટાને સૌથી ઓછા 144 વોટ મળ્યા હતા. અન્ય વોર્ડની જેમ, નોટા વોર્ડ 1 માં 343, વોર્ડ 15 માં 335 અને વોર્ડ 8 માં 292 વોટ સાથે ત્રીજા-ચોથા વિકલ્પ તરીકે ઉભરી આવી હતી.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જામનગરના લગભગ તમામ 16 વોર્ડમાં ઘણા ઉમેદવારો ખાસ કરીને અપક્ષો અને નાના પક્ષોના ઉમેદવારો છે જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે. જેમ કે વોર્ડ નંબર 1માં બહુજન સમાજ પાર્ટી અને અપક્ષાના કેટલાક ઉમેદવારો કરતા ‘NOTA’ના 343 મતોનો આંકડો વધુ રહ્યો છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 3 માં, અપક્ષ ઉમેદવારોની સરખામણીમાં 195 મતદારોએ NOTA પસંદ કર્યું છે. વિશ્લેષણ મુજબ, અંદાજે 25 થી વધુ ઉમેદવારો એવા છે જેઓ ‘NOTA’નો આંકડો પણ પાર કરી શક્યા નથી. આ સ્થિતિ રાજકીય પક્ષો માટે આત્મનિરીક્ષણનો વિષય છે કે તેઓ લોકોની અપેક્ષા મુજબ ઉમેદવારો ઉભા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

‘નોટા’નો ટ્રેન્ડ રાજકારણના સમીકરણો પણ બદલી શકે છે

જામનગરની જનતાએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવાર લાયક ન હોય તો તેઓ ‘કોઈ નહીં’ પસંદ કરવામાં અચકાશે નહીં. આ વલણ નજીકના ભવિષ્યમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે 4064 મત માત્ર એક સંખ્યા નથી પરંતુ મતદારોનો મૂક સંદેશ છે. જ્યારે મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, AAP સ્થાનિક મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ જાય છે અથવા ઉમેદવારની છબી ખરાબ થાય છે, ત્યારે મતદારો NOTA તરફ વળે છે. NOTAના આ વધતા ગ્રાફને કારણે પાર્ટીઓએ આગામી ચૂંટણીમાં ટિકિટ વહેંચતી વખતે વધુ સાવચેતી રાખવી પડશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]