જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 442માં રહેતા રાજસ્થાનના જતીન જશવંતસિંહ ચંદાવતે 28 વર્ષીય યુવકે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ગેસ્ટ હાઉસના કર્મચારી બાલ ગોવિંદ યાદવે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ડીવીઝનના એએસઆઈ એચ.આર.બાબરીયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરપ્રાંતિય યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જ્યારે મૃતકના પરિવારજનોને રાજસ્થાનના અજમેરમાં જાણ કરતાં તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભર્યું તે જાણવા મળ્યું હતું. જામનગર આવ્યા બાદ આ પ્રકરણનો વધુ ખુલાસો થઈ શકશે.