Home Gujarat જામનગરના ગીચ વસ્તી ધરાવતા ખોડિયાર કોલોની વિસ્તારના રોડને છ માર્ગીય બનાવવા માટે...

જામનગરના ગીચ વસ્તી ધરાવતા ખોડિયાર કોલોની વિસ્તારના રોડને છ માર્ગીય બનાવવા માટે આજથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના રોડને સિક્સ લેન રોડ બનાવવા માટે સર્વેની કામગીરી

0

જામનગર કોર્પોરેશન : જામનગરના ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના ખોડિયાર કોલોની રોડને અવરજવર હટાવવાના ભાગરૂપે સ્થાયી સમિતિએ ગઈકાલે નવો સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય લીધા બાદ ગઈકાલથી જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે.

મુન. કમિશનર ડીએન મોદીના નેતૃત્વમાં ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આશિ કમિશનર મુકેશ વરણાવા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, એસ્ટેટ શાખાના અનવર ગજન સહિતની ટીમે ખોડિયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના રોડ પર ચાલીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં મુન. કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારે જામનગરના રણમલ તળાવથી નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તે સ્થળે પણ તમામ અધિકારીઓની ટીમ પહોંચી હતી, અને સમગ્ર પ્રક્રિયાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version