9
– અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો
– ઇજાગ્રસ્તનું સારવાર મળે તે પહેલાં જ મોત : વાહન ચાલક સામે ગુનો
સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પર મગરીખાડા ગામના પાટીયા પાસે કારચાલકે પોતાની કાર તેજ સ્પીડમાં હંકારીને એક વ્યક્તિને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મગરીખાડા ગામ પાસે એક હોટલની સામે રાજુભાઈ બોરીયા પીકઅપ ટ્રક પાસે ઉભા હતા.