
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વિતરણ પ્રક્રિયાને લઈને ભાજપમાં આંતરિક કલહ ઉભો થયો છે. ચૂંટણી બાદ હવે મુન. કોર્પોરેશનના હોદ્દેદારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનથી રાજકીય મોરચે ચર્ચા જગાવી છે.
ઉમેદવારોની પસંદગી પર સવાલ ઉઠાવતા ધારાસભ્યએ કટાક્ષ કર્યો હતો કે કેટલાક લોકો પક્ષના ન હોવા છતાં ટિકિટ માટે હકદાર છે.
