નિઃશસ્ત્ર PSI લેખિત પરીક્ષા માર્ક: ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત નંબર GPRB/202324/1 નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પેપર 1-2 પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ, 2025 ના રોજ નોન-આર્મ્ડ PSI ની 472 જગ્યાઓ માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે (ડિસેમ્બર 26), પોલીસ ભરતી બોર્ડે નિઃશસ્ત્ર PSI પરીક્ષામાં પાસ-ફેલ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
નિઃશસ્ત્ર PSI પરીક્ષાના ગુણ જાહેર થયા
પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા મુજબ, બિન-શસ્ત્રી PSIની ભરતી પ્રક્રિયામાં પેપર-1 એટલે કે પાર્ટ-એ અને પાર્ટ-બીની પરીક્ષામાં લાયકાત ધરાવતા અને પેપર-2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 40 કે તેથી વધુ અને 40થી ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભરતી અંગે વધુ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in પરથી ઉપલબ્ધ થશે.


