રવિવારે યોજાયેલી કેબિનેટ બેઠકઃ આવતીકાલે રવિવારે સાંજે 4.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે કેબિનેટની બેઠક રજાના દિવસે બોલાવવામાં આવી હતી જેનાથી અધિકારીઓ અને મંત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
રાજ્ય સરકાર લેશે મહત્વનો નિર્ણય?
રવિવારે મળનારી કેબિનેટની બેઠકના કારણે અધિકારીઓ અને મંત્રીઓ હરકતમાં આવી ગયા છે. રજાના દિવસે બેઠક મળવાના કારણે ભુપેન્દ્ર પટેલ સરકાર કંઇક નવું કરે તેવી પણ શક્યતા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઈમરજન્સી મીટિંગ ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય. ત્યારે જોવાનું એ રહે છે કે આ બેઠકમાં રાજ્ય સરકાર કોઈ મહત્વનો નિર્ણય લે છે કે કેમ?
આ પણ વાંચોઃ ગુજરાતમાં પહેલીવાર 367 કરોડના ખર્ચે બેરેજ-કમ-બ્રિજ બનશે, જાણો કેવી હશે સુવિધાઓ
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે 23 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે.ત્યારબાદ આ મુદ્દે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબરે તેમણે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. અગાઉ વર્ષ 2018માં રૂપાણી સરકારમાં રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી.