ગીરનાર અભયારણ્યમાં યાત્રિકોની સલામતી માટે 25 વન વિભાગના ટ્રેકર્સ પર્વત પર કાયમી નજર રાખશે

ગીરનાર અભયારણ્યમાં યાત્રિકોની સલામતી માટે 25 વન વિભાગના ટ્રેકર્સ પર્વત પર કાયમી નજર રાખશે

ગીરનાર અભયારણ્યમાં યાત્રિકોની સલામતી માટે 25 વન વિભાગના ટ્રેકર્સ પર્વત પર કાયમી નજર રાખશે

જૂનાગઢ શહેરના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગીરનારના નવા સીડી રોડના 50મા પગથીયા પાસે એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષના મયુર ચૌહાણ પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ ઘટનાની ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે મહત્વની બેઠક મળી હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ઊંડી ચર્ચા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભ્યારણ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વન વિભાગે કેટલાક પગલા ભરવાનો નિર્ણય કર્યો છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગિરનાર અભ્યારણ વિસ્તારમાં જ્યાં વન્યજીવોની વધુ અવરજવર હોય તેવા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેકપોસ્ટ બનાવીને સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ સંબંધિત વહીવટી વિભાગોના સંકલનમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યપ્રાણી વ્યવસ્થાપન, કટોકટી પ્રતિભાવ અને આંતર-વિભાગીય સંકલન માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે તમામ રાજ્યના બાળ નિષ્ણાતોને ગાંધીનગર મુખ્યાલય સાથે સંકલન કરવા સૂચના

આ ઉપરાંત, વન્યજીવોને બિનજરૂરી ખલેલ ન પડે અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષની શક્યતા ઘટાડવા માટે ગિરનાર અને દાતાર સીડી માર્ગોને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગિરનાર પર્વત પર યાત્રિકોની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર્સ કાયમી વોચ રાખશે.

ગિરનાર પર્વતની મુલાકાતે આવતા યાત્રિકોની સલામતી સંદર્ભે યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યપ્રાણી વિસ્તારોમાં કેવું વર્તન કરવું તે અંગે માર્ગદર્શન, સૂચનાઓ અને સલામતી અંગે સતત જાગૃતિ સાથે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]