ગાંધીનગર: હવે ટ્રાફિક સિગ્નલનો સમય નક્કી કરશે, ‘આઇકોનિક રોડ’ પર કામ કરશે હાઇટેક AI સિસ્ટમ | ગાંધીનગરના આઇકોનિક રોડ પર AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે

AI-આધારિત ટ્રાફિક સિગ્નલ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) એ સુવ્યવસ્થિત ટ્રાફિક જાળવવા અને માર્ગ સલામતી જાળવવાના ઉદ્દેશ્ય સાથે PDEU-GNLU-ગિફ્ટ સિટી રોડ પર શહેરના આઇકોનિક રોડ ભાઈજીપુરા બ્રિજ પરથી પ્રથમ વખત AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) આધારિત ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કર્યા છે. આ AI ટ્રાફિક સિગ્નલ મેટ્રો બ્રિજની નીચે હેપ્પીનેસ સર્કલ પર લાગુ કરવામાં આવ્યું છે.

AI બેઝ ટ્રાફિક સિગ્નલ

આ સિગ્નલના પરિણામે, દરેક વાહનચાલક-નાગરિકનો વધારાનો સમય બગાડવાનું બંધ થશે, ટ્રાફિક નિયમન દરમિયાન સ્વયંસંચાલિત ટ્રાફિક નિયમન, VOCની મદદથી વાહન માલિકને દંડની રકમનો મેમો પહોંચાડવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી સાબિત થશે. આ AI આધારિત સિગ્નલ ટ્રાફિકના હિસાબે આપોઆપ સિગ્નલ બદલશે.

ટ્રાફિક પોલીસ અધિકારીએ શું કહ્યું?

ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. આની અસરકારકતા દેખાઈ રહી છે. વર્તમાન સિગ્નલમાં જ્યારે વાહનો સ્થિર હોય છે અને 60 સેકન્ડના સિગ્નલમાં વાહનો ન હોય તો પણ ગ્રીન સિગ્નલ ચાલુ રહે છે અને હવે AI સિગ્નલથી જ્યાં રસ્તા પર વધુ વાહનો હશે ત્યાં સિગ્નલ વધુ સમય માટે ચાલુ રહેશે અને બિનજરૂરી ગ્રીન સિગ્નલ બંધ થઈ જશે, જેથી લોકોનો સમય બગડશે નહીં.

આ પણ વાંચો: VIDEO | ICSE પરિણામોમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ

ગાંધીનગરના ડેમોગ્રાફી મુજબ, ગાંધીનગરના રસ્તાઓ સાંજ અને સવારના સમયે અલગ-અલગ ટ્રાફિક ફ્લો અને ઘસારો અનુભવે છે. જેથી ભવિષ્યમાં જો આ પદ્ધતિથી વધુ સિગ્નલો ચલાવવામાં આવે તો લોકોનો સમય બચશે અને રસ્તા પર વધુ પડતો વાહન વ્યવહાર બંધ થશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]