ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા

– 4 વેપારીઓ સામે કેસ નોંધાયો

– મહેમદાવાદ, કનેરા અને ખેડા-માતર રોડ પર તપાસ હાથ ધરી મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ: ગુજરાત સરકાર દ્વારા સગીરો અને યુવાનોમાં નશાની પ્રવૃત્તિને ડામવા માટે લેવાયેલા નિર્ણયના ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમોએ મહેમદાવાદ, કનેરા અને ખેડા-માતર રોડ પર આવેલી દુકાનો અને પાન પાર્લરોની તલાશી લીધી છે અને પ્રતિબંધિત ધૂમ્રપાન કાગળ અને રોલિંગ કોનનો જથ્થો જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર વેપારીઓ સામે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગૃહ વિભાગે નશાકારક રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ખેડા ટાઉન પોલીસની એક ટીમ પ્રતિબંધનો અમલ કરવા માટે ગોબલજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કનેરા ગામ પાસે આવેલા ચામુંડા કિરાણા સ્ટોર્સમાં તપાસ કરતાં દુકાનમાંથી ગોગા પેપર અને સ્મોકિંગ કોન મળી કુલ રૂ.1,460નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દુકાન માલિક કનૈયાલાલ નાનુભાઈ પ્રજાપતિ પાસે આ વસ્તુઓ રાખવા માટે કોઈ લાયસન્સ કે પરવાનગી ન હોવાથી પોલીસે આ ઈસમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એસઓજીએ ખેડાથી માતર જવાના રોડ પર લવલી પાન પાર્લર અને તેની બાજુમાં આવેલી કેબિન પર દરોડો પાડ્યો હતો. લવલી પાન પાર્લરમાંથી 910 રૂપિયાની કિંમતનો ધુમ્રપાનનો કોન અને કાગળ મળી આવ્યો હતો, જેમાં હિતેશભાઈ અરવિંદભાઈ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે તેની બાજુમાં આવેલ જયદીપ બળવંતભાઈ મહિડાની કેબીનમાં ધુમાડાના કોન અને રૂ.1,065ની કિંમતના કાગળો મળી આવ્યા હતા. આ મામલે ખેડા ટાઉન પોલીસે વેપારીઓ સામે સરકારી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદમાં પણ પોલીસે સિદ્ધિવિનાયક મંદિર બહાર ગણેશ પાન સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી. દુકાનદાર સંજયભાઈ પ્રદિપભાઈ પટેલ પાસેથી રૂ. 1,260ની કિંમતના પ્રતિબંધિત રોલિંગ પેપરના 84 નંગ મળી આવ્યા હતા. આ જથ્થો કબજે કર્યા બાદ મહેમદાવાદ પોલીસે વેપારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં પોલીસની આ સતત કાર્યવાહીના પગલે પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]