ખેડાઃ કારમાંથી 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, ગોધરા-હિમતનગરના બે શખ્સોની અટકાયત

ખેડાઃ કારમાંથી 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, ગોધરા-હિમતનગરના બે શખ્સોની અટકાયત

ખેડાઃ કારમાંથી 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, ગોધરા-હિમતનગરના બે શખ્સોની અટકાયત

ખેડા સમાચાર: ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજાની દાણચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે સેવાલિયા પોલીસ ખેડા જિલ્લાના સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી હતી. દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેની પાસેથી અંદાજે પાંચ લાખની કિંમતનો 50 કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે કારમાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એક ફરાર આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]