12
કાશ્મીરમાં મોસમની સૌથી ભયંકર હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ હિમવર્ષાની અસર ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ વરસાદ સાથે ખૂબ જ ઠંડી છે. કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી ઠંડીના કારણે સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓની સુરક્ષા માટે પ્રાણી સંગ્રહાલયે લાકડાંની વ્યવસ્થા કરીને હરણના રહેઠાણને ગરમ કરી દીધું છે. આ ઉપરાંત વાઘ-સિંહ રીંછના પાંજરામાં હીટર, પક્ષીઓના પાંજરામાં બલ્બ મુકવામાં આવ્યા છે. આ ઠંડીની સાથે સાથે હિંસક પ્રાણીઓના ખોરાકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવે ડિસેમ્બરનો અંત આવી રહ્યો છે, પરંતુ ગઈ કાલે કાશ્મીરમાં સિઝનની સૌથી ભારે હિમવર્ષા થઈ હતી.