Home Gujarat કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે ખુલ્લો મુકાયો

કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે ખુલ્લો મુકાયો

0

  • સમઢીયાળીથી મોરબી સુધીનો હાઇવે સર્વત્ર ઉભરાયો હતો.
  • ખીરાઈ પાસે એક કિમી સુધી રસ્તો તૂટી ગયો હતો.
  • ભારે વાહનો માટે આજે નિર્ણય લેવામાં આવશે

મોરબી: કચ્છ-મોરબી હાઈવે પરથી મચ્છુ-2 ડેમનું છોડેલું પાણી ફરી વળતાં તંત્ર દ્વારા હાઈવે 36 કલાક માટે બંધ કરાયો હતો. જો કે ગઇકાલે બુધવારે હાઇવે નાના વાહનો માટે ફરી ખુલ્લો મુકાયો હતો. જોકે ભારે વાહનોને મંજૂરી આપવામાં આવી ન હતી. હાલમાં વરસાદના કારણે હાઇવે પર સર્વત્ર મોટા ગાબડા પડી ગયા છે. જેમાં ખીરઇ પાસે એક કિલોમીટર સુધી હાઇવે તૂટી ગયો હોવાથી વાહનો ચલાવવામાં મુશ્કેલી પડે છે. ખીરાઈ નજીક હાઈવે પર ભારે ખોરવાઈ ગયેલા રસ્તાના સમારકામમાં એક દિવસ જેટલો સમય લાગી શકે છે. ટોલ કંપનીના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમની ટીમે રોડનું સમારકામ શરૂ કરી દીધું છે અને એકાદ દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જશે.

કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે ખુલ્લો મુકાયો

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર નદીના પાણી ભરાઈ ગયા હતા. જેથી આ નેશનલ હાઈવે મંગળવારે સવારે 10:00 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે મોરબી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અને અમદાવાદ સાથે કચ્છનો સંપર્ક તૂટી ગયો હતો. મોરબી અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને અમદાવાદ બાજુથી કચ્છ તરફ જતી 100 થી વધુ એસટી બસોના પૈડા થંભી ગયા છે. વાહનોના ટેસ્ટિંગ બાદ એક તરફનો સિંગલ લેન રોડ ફરી શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી રોજની કુલ 100 બસો કચ્છ આવે છે. જે બસો હાલમાં નેશનલ હાઈવે પરથી બંધ છે, એસટી બસનું સંચાલન પણ બંધ થઈ ગયું છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસ અને સમઢીયાળી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સમઢીયાળી હાઈવે પર અલગ-અલગ જગ્યાએ અવરોધો ઉભા કરીને વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે અને અમદાવાદ તરફ જતા વાહનોને વાયા રાધનપુર તરફ જવાની પરવાનગી આપી રહ્યા છે. મોરબી, રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને સમઢીયાળીની આસપાસની હોટલોમાં પાર્ક કરી દેવામાં આવ્યા હતા, જો કે બુધવારે ઈમરજન્સી અને નાના વાહનોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આવા મુશ્કેલ સમયમાં પોલીસ દ્વારા વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ મુશ્કેલી ન પડે. ટ્રાફિક સમઢીયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.પટેલ હાઈવે પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

The post કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે ખુલ્લો મુકાયો appeared first on Revoi.in.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version