Home Gujarat ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, 207 તાલુકામાં પાણી ભરાયા, જાણો ક્યાં...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, 207 તાલુકામાં પાણી ભરાયા, જાણો ક્યાં અને કેટલો વરસાદ

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, 207 તાલુકામાં પાણી ભરાયા, જાણો ક્યાં અને કેટલો વરસાદ


ગુજરાત વરસાદ અપડેટ: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઈંચ, તલોદમાં 5 પાંચ ઈંચ, નાસામાં 4.53 ઈંચ, પ્રાંતિજમાં 3.98 ઈંચ, રાધનપુરમાં 3.90 ઈંચ, હિમતનગરમાં 3.82 ઈંચ અને મહેસાણામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય છે આજે (6 સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 120 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ થયો છે. તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. તે પછી સૌરાષ્ટ્ર ઝોનમાં 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

વાત્રક નદીમાં પાણી ઓવરફ્લો થતાં 17 ગામો એલર્ટ પર

બીજી તરફ મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. તો કડાણા ડેમમાંથી ગલતેશ્વરના વણકબોરી ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે વણકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો ખેડા અને માતરના 17 ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી મહી નદીમાં વહેશે અને પછી ખંભાતના અખાતમાંથી થઈને અરબી સમુદ્રમાં જશે.

કડાણા ડેમ, વણકબોરી ડેમ અને મહિસાગર નદી મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાઓ માટે પાણીના મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં મહીસાગર જીલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version