આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની

0
19
આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની

આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની

– પાટડી અને આસપાસના ગામોમાં

– અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતો હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર: પાટડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે બાળકો સહિત બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ બાવળમાં જીવાત ઉગવાનો ભય રહે છે. આ અંગે તાકીદે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટડી શહેરી વિસ્તાર સહિત આજુબાજુના ગામડાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહ્યા છે. સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

આંગણવાડી કેન્દ્રનું મેદાન વરસાદી પાણીથી ભરાઈ જવાથી બાળકો રમતગમતના સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. એક બાજુ ઢગલો કરી નકામા બની ગયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાની દહેશત પણ છે અને બાવળના કારણે જીવાતોનો ભય વાલીઓમાં સેવાઈ રહ્યો છે. આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here